અમરેલીઃ જિલ્લામાં હજી સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. ત્યારે જિલ્લાના લાઠીના PSI તેના પિતાને ગાંધીનગર મળી અને લાઠી પરત આવ્યા બાદ પોલીસ સ્ટેશને હાજર થઈ બંદોબસ્તમાં જોડાયા હતા. પરંતુ તેમના પિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને PSI તેના પિતાના સંપર્કમા આવ્યા હોવાથી તંત્ર દોડતું થયું હતું.
અમરેલી: લાઠીના PSI કોરોના શંકાસ્પદ, સંપર્કમાં આવેલાને કરાયા ક્વોરેન્ટાઇન - amreli latest news
સમગ્ર દેશમા કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 2 હજારથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. અમરેલી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો નથી. ત્યારે જિલ્લાના લાઠીના PSI ગાંધીનગર તેના પિતાને મળી આવ્યા બાદ બંદોબસ્ત પર હાજર થયા હતા. તેમના પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 4 પોલીસકર્મી 1 હોમગાર્ડ અને 1 ફોટોગ્રાફરને ક્વોરેન્ટાઇન કરાયા છે.
અમરેલીમાં લાઠીના પી.એસ.આઇ કોરોના શંકાસ્પદ, સંપર્કમાં આવેલાને કરાયા ક્વોરોન્ટાઇન
જેથી PSIના સંપર્કમા આવેલા લાઠીના 6 લોકોને ક્વોરsન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 6માંથી 4 પોલીસ કર્મી 1 હોમગાર્ડ, 1 ફોટોગ્રાફરને જિલ્લાના ક્વોરેન્ટાઇન સેન્ટર ખાતે ક્વોરેન્ટાઇન કરાયા છે.