અમરેલી: સમગ્ર ગુજરાત અને દેશમાં જ્યારે લૉકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે કોરોનાની દહેશતના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે રાજ્ય સરકારની સૂચના છે. સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારના જાહેરમાં ફરતા લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી શકતા નથી અને સતત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળતા હોય છે. ત્યારે વન્યપ્રાણીઓમાં પણ આ પ્રકારની સોશિયલ ડિસ્ટન્સની સમજણ આવી હોય તેવા દ્રશ્યો આજે સામે આવી રહ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતો સિંહ પરિવાર
લૉકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરનાર લોકો ખાસ આ સિંહ પરિવારને જુએ...
રાજુલા તાલુકાના પીપાવાવ નજીક આવેલ ભેરાઈ વીડી વિસ્તારમાં અહીં એક સાથે ત્રણ સિંહ પરિવાર જોવા મળ્યા હતાં. જ્યારે હાલમાં આ સિંહો પણ આ રીતે અહીં બેસતા હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી કુદરતી રીતે વન્યપ્રાણી રાજુલા જાફરાબાદ પંથકમા અવર-જવર પણ બંધ થઈ છે, અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો ખાસ કરી ભંગ કરતા લોકો આ વન્યપ્રાણી સામે જુએ. જ્યારે વન્યપ્રાણીઓ પણ આ રીતે પાલન કરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે જે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે તે લોકો માટે આ તસ્વીર જ ઘણું બધુ કહી જાય છે.