અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ આ નાનકડું ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે. આજે જ્યારે ગામડાઓ ભાંગતા જાય છે, ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગમાં સ્થાઈ થયેલ ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ પોતાના વતન રાફળાને એક અનોખી ઓળખ આપી છે. રફાળા ગામને એક જ રંગે રંગી ગામને અને ગામના લોકોમાં જ્ઞાતિ જાતીના ભેદને ભુલાવ્યો છે.
જુઓ બગસરાના ગોલ્ડન વિલેજ ગામની ઝલક... - ઉદ્યોગપતિ સવજી ધોળકીયા
અમરેલી: આંખોમાં સપના, સખત પરિશ્રમ, હૈયામાં આત્મવિશ્વાસની નૈયા અને ગામના સંગઠનો સરવાળો એટલે ગોલ્ડન વિલેજ રફળાનું નવસર્જન. રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમના રંગે રંગાઈને સમગ્ર રાષ્ટ્રને નવી રાહ ચીંધે છે અમરેલી જિલ્લાનું આ રફાળા ગામ.
આ ગામમાં ઇન્ડિયા ગેટ, સરદાર ગેટ, ગાંધી ગેટ, લાડલી ગેટ તેમ સાત ગેટ આવેલા છે. ગામમાં પ્રવેશ કરતા જ ભારતમાતાની મૂર્તિ, મુખ્ય શહીદ સ્મારક ચોક, તદ્ઉપરાંત "વંદે માતરમ" અને "જય હિંદ" ની ઝાંખી ઉભી કરે છે. જાતિ ભેદભાવ ભૂલીને મંદિર અને પીરાણાના પણ જીર્ણોદ્ધાર જોવા મળે છે. સુખી પરિવારોને દુઃખના દરિયામાં નાખતું વ્યસન મુક્તિ માટે પણ વેગ આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગામમાં જન્મેલી દીકરીઓ માટે 1999 થી એક લાડલી ભવન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દીકરીઓના ફોટા સાથે એક મ્યુઝિયમ પણ જોવા મળે છે.
તદ્ઉપરાંત અહીંથી સરકારને ઘણી વાર રજુઆત કરવા છતાં પણ, સરકાર જાણે બહેરી હોય તેમ એર કંડીશનર બસ સ્ટેશન હોવા છતાં હજુ સુધી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. અહીં નેતાઓ ઘણી વખત આવે છે અને ગામના બે મોઢે વખાણ પણ કરે છે, અહીંના લોકોની પાયાની જરૂરિયાતથી અજાણ હોય તેમ ચાલ્યા જાય છે.