અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના લિખાળા ગામમા ફાયરિંગ ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરાયું હતુ. આરોપી પિતા-પુત્ર ફરાર થતા અમરેલીના પોલીસ વડાએ લિખાળા ગામમા આરોપીના ઘરે કોમ્બિગ હાથ ધર્યુ હતુ.
સાવરકુંડલા ફાયરિંગનો મામલો, પોલીસે કોમ્બિંગ દરમિયાન ઘાતક હથિયારો જપ્ત કર્યા - સાવરકુંંડલા ન્યૂઝ
સાવરકુંડલાના લીખાળા ગામે ફાયરિંગની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોબિન્ગ હાથ ધરી ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા.
Amreli
પલીસને કોમ્બિંગ દરમિયાન ઘાતક હથિયારો મળી આવ્યા છે. જેમાં 27 જીવતા કારતુસ, 75 ફૂટેલા કારતુસ, 1 તલવાર,3 ઘાતક ધારીયા, 3 છરી,પાઇપ સહિત 1 હરણનુ શિંગડુ તથા રોકડા 1 લાખ 40 હજારની રકમ પણ પોલીસે કબ્જે કર્યા છે. અમરેલી એસ.પી, એલ.સી.બી, એસ.ઓ.જી, સહિત પોલીસ કાફલાએ દરોડા પાડયા હતાં.
આરોપી પિતા પુત્રને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.