જય શ્રી રામના નામનો વિરોધ કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામ નામનો વિરોધ કરી રહ્યા છે, તેના વિરોધમાં મંગળવારે સાવરકુંડલા યુવા ભાજપ દ્રારા મમતા દીદીને જાગૃત કરવા માટે પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે.
સાવરકુંડલાથી દીદીને જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાયા - જય શ્રી રામ
અમરેલીઃ સાવરકુંડલામાં યુવા ભાજપ દ્રારા મંગળવારના રોજ પોસ્ટકાર્ડ ઝૂંબેશનો એક અનોખો નવતર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરના યુવા ભાજપના કાર્યકરો તેમજ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા પણ જોડાયા હતા.
સાવરકુંડલાથી દીદીને જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલાયા
ભગવાન શ્રી રામનો વિરોધ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીને સાંસદે પોસ્ટ કાર્ડ લખીને ભગવાન શ્રી રામનો વિરોધ બંધ કરે તેવુ જણાવ્યું હતુ. મમતા દીદીને જગાડવાનો પ્રયત્ન સાવરકુંડલા યુવા ભાજપ અને અમરેલીના સાંસદે કર્યો હતો અને પોસ્ટકાર્ડ લખી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.