ગુજરાત

gujarat

ETV Bharat / state

Mega Demolition: સાવરકુંડલામાં પહેલી વાર મેગા ડિમોલિશન, કબજો કરીને બેઠેલા લોકોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયું - Savarkundala Nagarpalika Mega Demolition

અમરેલીના સાવરકુંડલામાં તંત્રએ ગેરકાયદે દબાણોને દૂર કર્યા હતા. તંત્રએ નોટિસ આપી હોવા છતાં જે લોકો દબાણ દૂર નહતા કરતા તેમના દબાણ હટાવી દેવામાં આવ્યા હતા.

Mega Demolition: સાવરકુંડલામાં પહેલી વાર મેગા ડિમોલિશન, કબજો કરીને બેઠેલા લોકોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયું
Mega Demolition: સાવરકુંડલામાં પહેલી વાર મેગા ડિમોલિશન, કબજો કરીને બેઠેલા લોકોના દબાણ પર બૂલડોઝર ફેરવી દેવાયું

By

Published : Feb 28, 2023, 8:02 PM IST

80 ટકા લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા

અમરેલીઃઅમરેલી જિલ્લામાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં સાવરકુંડલામાં મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદે કોમર્શિયલ દબાણ હટાવોની કામગીરી તંત્રએ શરૂ કરી હતી. તેવામાં આજે (મંગળવારે) વહીવટી તંત્રએ હાજરીથી અમરેલી એસ. પી, પ્રાંત કલેકટર, 7 મામલતદાર, 300 પોલીસકર્મીઓ અને નગરપાલિકાના જેસીબી બૂલડોઝર લઈને અનઅધિકૃત કોમર્શિયલ દુકાનો પાલા કેબીનો ઉપર બૂલડોઝર ફેરવી નાખ્યું હતું.

આ પણ વાંચોઃVadodara Illegal Constructions : અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો અને દબાણોનો કરાયો સફાયો

80 ટકા લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યાઃ સાવરકુંડલામાં વહીવટી તંત્રએ છેલ્લા 5 દિવસથી જાહેર નોટિસ મારફતે કોમર્શિયલ દબાણો જાહેર રસ્તાના દૂર કરવા જણાવ્યું હતું. ત્યારે આજે તંત્રએ દબાણ હટાવો પ્રક્રિયા હાથ ધરી હતી. અહીં અલગ અલગ 4 વિભાગના ઝોન પાડીને દરેક વિસ્તારોના કોમર્શિયલ દબાણો, ખોટા છાપરા, કેબીનો પાલવ દૂર કરાયા હતા. જ્યારે 80 ટકા આસપાસના તો સ્વેચ્છાએ લોકોએ દૂર કર્યા હતા અને જે દૂર કરવામાં ન આવેલા તેવા પર તંત્રનું બુલડોઝર ફરી મળ્યું હતું.

HCએ આપ્યો હતો મનાઈ હુકમઃ સાવરકુંડલામાં નદી બજારમાં પાલા કેબીન કરીને ગરીબ ધંધાર્થીઓને ધંધા રોજગારો અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટે મનાઈહુકમ આપ્યો હતો. આવા પાલા કેબીનધારકો સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહતી અને તેના બોર્ડ હોવાના કારણે આવા પાલા કેબીનો નદી કાંઠાના બચી ગયા હતા, જે અંગે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃVadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો

દબાણ દૂર કરાયાઃ સાવરકુંડલામાં આવું મેગા ડિમોલિશન પ્રથમવાર થઈ રહ્યું છે. ત્યારે 80 ટકા દબાણ સ્વેચ્છાએ હટાવવામાં આવ્યા હતા. જોકે, શહેરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન પ્રક્રિયા થાય તે માટે જિલ્લા પોલીસ વડા પણ સાવરકુંડલા પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મહુવા રોડ, જેસર રોડ, નેસડી રોડ, અમરેલી રોડ પરના દબાણો સાથે લીમડી ચોક વિસ્તારમાં અસામાજિક તત્વોએ કરેલા દબાણો દૂર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details