અમરેલી : અમરેલી જિલ્લાના દામનગર પ્રાથમિક શાળા 192 વર્ષ જૂની અને એ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓનો પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તરે ચમક્યો છે. દામનગરની ગ્રીન પે પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ "સંજીવની હેલિકોપ્ટર" નામનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. શાળાના બે વિદ્યાર્થીઓ અને શિક્ષકને સીડીએસ જનરલ બિપિન રાવત સાથે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ વિચાર આવ્યો અને હેલિકોપટરમાં લોકોના જીવ બચાવી શકાય એ રીતેનો સંજીવની હેલિકોપટર પ્રોજેકટ તૈયાર કર્યો હતો. જે વિદ્યાર્થીઓની મહેનત રાષ્ટ્રીયસ્તરે ચમકી છે.
એનસીઈઆરટીમાં રજૂ થયો પ્રોજેક્ટ :સંજીવની હેલિકોપ્ટર રાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ કૃતિઓમાં કુલ 139 કૃતિઓમાંથી રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રેષ્ઠ કૃતિમાં ખિતાબ મેળવ્યો હતો. આ માટે જે ન્યુ દિલ્હી એનસીઈઆરટીની અંદર ભાગ લેવામાં આવ્યો હતો. આસામના ગૌહાટીમાં 22 થી 27 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં RBVPમાં નેશનલ લેવલના વિજ્ઞાન મેળામાં 139 કૃતિ પ્રદર્શિત થઇ હતી. તેમાંથી 10 કૃતિને રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેલન રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેલન RKVSમાં મોકલવામાં આવી હતી. જે મહારાષ્ટ્રના નાગપુરમાં તા. 4થી 6જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું.
વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક દ્વારા આ પ્રોજેકટ તૈયાર કરાયો : ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાની કૃતિ સંજીવની હેલીકોપ્ટર નેશનલ લેવલે પહોંચી છે. આ પ્રોજેક્ટનો વિચાર આવતા કઈ રીતે વિચારને સાકાર કરી શકાય અને કેવી રીતે પ્લેન કે હેલિકોપટરમાં લોકોના જીવ બચી શકે એ વિશે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક દ્વારા આ પ્રોજેકટ તૈયાર કરાયો છે. પ્રથમ તો ફોરવિલ કારમાં જે રીતે એઇરબેગ કામ આપે છે એજ રીતે હેલિકોપ્ટરમાં પણ એક સિસ્ટમ મુકાવી જોઈએ જેવા ફીચર દર્શાવ્યાં છે. હેલિકોપ્ટર કે પ્લેનમાં પાયલોટ સહિત લોકોની સીટમાં એક gps સહિતની સિસ્ટમ મુકવી જોઈએ. જે અકસ્માત સમયે પાયલોટ કે લોકોને રક્ષણ આપી શકે.
શાળાનું નામ રોશન કર્યું : વિદ્યાર્થી અને શિક્ષકને આવેલ વિચારને સંજીવની હેલિકોપ્ટર પ્રોજેકટ તૈયાર કરીને રાષ્ટ્રીયલેવલે ચમકાવ્યો છે. હેલિકોપ્ટર અકસ્માતમાં કઈ રીતે લોકોના કે આર્મી જવાનોના જીવ બચાવી શકાય એ પ્રોજેકટ તૈયાર કરીને અમરેલી જિલ્લાનું આ ગ્રીન પે પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દેશ પ્રત્યેનો પ્રેમ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.