દેવાળિયા ગામમાં ક્રાઈમ રેટ ઝીરો અમરેલીઃજિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આના કારણે લોકોની ચિંતા વધી રહી છે. તેવામાં હવે અમરેલી જિલ્લાના દેવાળિયા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા RTI એક્ટિવિસ્ટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને માગ કરી છે. અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. તેને જોતા આ રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોkhodaldham Pratishtha Program : ખોડલધામ મંદિર નવા વર્ષમાં પ્રવેશ થતાં ભવ્ય થનગનાટ સાથે કાર્યક્રમ
દેવાળિયા ગામમાં ક્રાઈમ રેટ ઝીરોઃ દેવળિયા ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ થતા ક્રાઈમ ઝીરો થયો છે. ત્યારે હવે ગામનાં સરપંચના પતિ અને RTI એક્ટિવિસ્ટે સરકારને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવાથી ગામ ઉપર સતત નજર રહે છે. એટલે આ જ રીતે ગામનાં સરપંચના પતિએ લેખિતમાં સરકારને કરી રજુઆત કરી હતી. તેમણે માગ કરી હતી કે, ગ્રામપંચાયત દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.
આ પણ વાંચોkhodaldham Pratistha Program : ખોડલધામના નવા વર્ષમાં પ્રવેશને લઈને નરેશ પટેલે આપી અગત્યની માહિતી
સરકારની યોજનાની અમલવારીથી ગુનાખોરી ડામી શકાશેઃરાજ્યમાં 18,000 ગામડાઓની ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વારા આર્થિક યોજના ફાળવી અમલવારી કરાવે તો ક્રાઈમ પાબંધી લાદી શકાશે. તેવું સરપંચના પતિ અને RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયાએ સરકારને લેખિતમાં રજૂઆત કરી હતી.
ગુનાઓ વધ્યાઃ જિલ્લામાં લૂંટચોરી સહિત ગુનાઓ વધી રહ્યા છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હાલ ધંધા રોજગારી માટે પોતાનું વતન છોડી ને જવું પડે છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો હાલ ખાલી થઈ રહ્યા છે. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર વૃદ્ધો જ્યાં વસવાટ કરતા હોય ત્યાં ઉપરથી ખેતીવાડી સંભાળવા માટે પણ અહી રહેવા મજબૂર હોય છે. એમાં એકલતાનો લાભ લઈ લૂંટ, હત્યા, ચોરી જેવા બનાવો સામે આવ્યા હતા.
સીસીટીવી સુરક્ષા ઢાલનું કામ કરશેઃઆવા વધતાં જતાં અણબનાવો અટકાવવા દેવળિયા ગામમાં મહિલા સરપંચ દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવે તેવી માગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી હતી, જેથી કોઈ ગુનેગાર ગુનો આચરવા પ્રયત્ન ન કરે તેમ જ ગુનો કરનારા શોધખોળ કરવામાં સરળતા રહે ઉપરાંત ગુના ખોરી પણ ઘટાડો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો દરેક ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે સુરક્ષા ઢાલ જેવું કામ આપશે.