હાઈકોર્ટે અગાઉ આ મામલે રાજ્ય વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ વિભાગને નોટિસ પાઠવામાં આવી હતી. જોકે તેમણે પોતાનો જવાબ રજૂ ન કરતા હાઇકોર્ટે મેન્ગ્રોવ ન કાપવા બાબતે લેખિત હુકમ કર્યો હતો.
મેન્ગ્રોવ વૃક્ષ તટીય વિસ્તારમાં દરિયાના પાણીને જામીન પર પ્રવેશતા અટકાવે છે. આ જ હેતુથી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામડામાં 1 લાખ 4 હજાર જેટલા મેન્ગ્રોવને ગ્રામીણો દ્વારા રોપવામાં આવ્યા હતા. જે પ્રાઇવેટ કંપનીઓએ પોતાના એકમનું વિકાસ કરવા માટે મેન્ગ્રોવ ઝાડની કપાત શરુ કરી હતી. જેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.