ગુજરાત

gujarat

ETV Bharat / state

વાયુ વાવાઝોડાને પગલે આર.સી.ફળદુ પહોંચ્યા જાફરાબાદ - Gujarat

અમરેલી: જિલ્લાના જાફરાબાદ દરીયા પટ્ટી વિસ્તારના 23 ગામો હાઈ એલર્ટના પગલે સરકાર પણ સક્રિય બની છે. ત્યારે પ્રભારી પ્રધાન આર.સી.ફળદુને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારી મળતા પ્રધાન ફળદુ જાફરાબાદ પહોંચી ગયા હતા. તેઓ અતિથિ ગૃહમાં રાકાયેલા શર્ણાથીઓની મુલાકાત કરશે.

આર.સી.ફળદુ પહોંચ્યા જાફરાબાદ

By

Published : Jun 13, 2019, 1:43 AM IST

જાફરાબાદના જે 23 ગામો અસરગ્રસ્ત થવાની સંભાવનાથી તંત્ર વધુ સાવચેત બન્યું છે. ત્યારે પ્રભારી પ્રધાન આર.સી.ફળદુ સાથે સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંઘાડ, હીરા સોલંકી સહિતના ભાજપના નેતાઓ ગામડાઓમાં જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ અંગે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરાએ વાયુ વાવઝોડા અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે આફત આવી રહી છે તેનો સામનો કરવા સરકાર સજ્જ છે. તંત્ર દ્વારા બચાવની તમામ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આર.સી.ફળદુ પહોંચ્યા જાફરાબાદ

ABOUT THE AUTHOR

...view details