સાવરકુંડલા: અમરેલીના સાવરકુંડલામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને અમરેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો છે.
સાવરકુંડલામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો - સાવરકુંડલામાં ત્રણ વર્ષીય બાળકી પર દુષ્કર્મ
સાવરકુંડલામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમને અમરેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો છે.
અમરેલી
સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં રહી અને ભિક્ષાવૃત્તિ કરનાર ત્રણ વર્ષીય બાળાને પોતાનો હવસનો શિકાર બનાવનાર નરાધમને અમરેલી પોલીસે ઘટનાની ગંભીરતાને લઇ અને અલગ અલગ ટીમો બનાવી ,આરોપી રાજુ ઉર્ફે કડી નારાયણ માંગરોળીયાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
વધુમાં મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "તે બાળકીને લઈ અને કઈ જગ્યાએ ગયો હતો તેણે શું-શું કર્યું હતું તેની સઘન પૂછપરછ કરવામાં આવશે, આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે"