અમરેલી: દેવભૂમિ દ્વારકામાં મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને લઇ અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે, હુમલાના વિરોધમાં જિલ્લામાં સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં રામધૂન બોલાવવામાં આવી હતી.
સાવરકુંડલામાં મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં રામધૂન
દેવભૂમિ દ્વારકામાં મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને લઇ અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે, હુમલાના વિરોધમાં જિલ્લામાં સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમમાં રામધૂન બોલાવવામાં આવી હતી.
માનવ મંદિરના ભક્તિરામબાપુ સહિત દિવ્યાગોએ રામધૂન બોલાવી હતી. મોરારી બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાએ સાધુ સમાજ સહિત તમામ લોકો પર પણ ઘેરા પડઘા પડ્યા છે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા મોરારીબાપુનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મોરારી બાપુએ કૃષ્ણ ભગવાન પર ટીપ્પણી કરી હતી. જેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી ગુરુવારે મોરારી બાપુ દેવભૂમિ દ્વારકામાં માફી માંગવા માટે આવ્યાં હતા, ત્યારે અચાનક જ દેવભૂમિ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.