રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેર કોરોના પોઝિટિવ - કોરોના વાયરસ
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરબાદના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે પોતાના ફાર્મ હાઉસ ખાતે સેલ્ફ કવોરેન્ટાઈન થયા છે.
ધારાસભ્ય અંબરીશ ડેર કોરોના પોઝિટિવ
અમરેલી: જિલ્લાના રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેરે શનિવારે મહુવા ખાતે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત સ્થિર હોવાથી તેઓ હોમ આઈસોલેટ થયા છે. ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળતા કોંગ્રેસ કાર્યકરો અને મિત્રમંડળમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી.