અમરેલીના રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો શિકાર કર્યો - સિંહણ બની હિંસક
અમરેલી જિલ્લાના રાજુલાના ઉચેયા નજીક સિંહણે 5 વર્ષના બાળકનો શિકાર કરતા સમગ્ર અમરેલી પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. મંગળનારે વહેલી સવારે દેવી પૂજક બાળક તેના પરિવાર સાથે સુઈ રહ્યો હતો. ત્યારે સિંહણે હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો.

રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો કર્યો શિકાર
અમરેલીઃ જિલ્લામાં હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાના બનાવોમાં ખુબજ ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લાના બગસરામાં દીપડાના કહેરની વચ્ચે સમગ્ર પંથકમાં દીપડાનો ડર ગામ લોકો અને ખેડૂતોને કંપાવી રહ્યો હતો. રાજુલા પંથકમાં 5 વર્ષના બાળકને સિંહણે તેનો શિકાર બનાવતા સમગ્ર રાજુલા પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો.
રાજુલામાં સિંહણ બની હિંસક 5 વર્ષના બાળકનો કર્યો શિકાર