અમરેલી : હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે ખેડૂતોને પોતાનો પાક વહેંચવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.
લોકડાઉન વચ્ચે કમોસમી વરસાદ પડતા અમરેલી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો - વરસાદ પડતા અમરેલી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારીથી લોકો પરેશાન છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદ પડતા અમરેલી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો
અચાનક વાતાવરણમાં પલટો આવતા બગસરાના કડાયા, વાવડી, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ખેડૂતોને ઉનાળુ મગફળી, ઘઉં, ચણાની ખેતીને નુકશાન થવાની ભીતિ સર્જાઇ છે.