ગુજરાત

gujarat

ETV Bharat / state

બગસરા નગરપાલીકાના 5 સદસ્યોની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજાઈ - Bagasara muncipal corporation

અમરેલીઃ જિલ્લાના બગસરામાં 5 સદસ્યોની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષના ગઢમાં થતી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની શાખ દાવ પર છે, તો ભાજપ પાલિકમાં સત્તા સ્થાને હોવા છતાં પાંચેય બેઠકો પર કબજો કરવા માટે આતુર છે.

અમરેલી

By

Published : Jul 7, 2019, 2:57 PM IST

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું છે. નગરપાલિકાની પક્ષાતર ધારા તળે સસ્પેન્ડ થયેલા 5 સદસ્યો અને 1 ચાલુ પાલિકા પ્રમુખના અવસાન બાદ ખાલી પડેલી 6 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1 બેઠક પર કોંગ્રેસનુ ફોર્મ પરત ખેંચાતા ભાજપની બિનહરીફ 1 બેઠક ચૂંટાઈ આવી હતી અને હાલ 5 બેઠકો માટે મતદાન ચાલુ થયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત તળે થઈ રહેલા મતદાનમાં મહિલાઓ મતદાન ધીમી ગતિએ કરી રહી છે અને કોંગ્રેસના નેતા જીતનો આશાવાદ જોઈ રહ્યા છે.

બગસરામાં નગરપાલીકાના 5 સદસ્યોની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી યોજાઈ

પાલિકાની પેટા ચૂંટણીના મતદાનમાં કોંગ્રેસ જીતનો આશાવાદ રાખે છે. તો બીજી તરફ ફોર્મ ભર્યા બાદ જ કોંગ્રેસે ફોર્મ પરત ખેંચીને 1 બેઠક ભાજપને ધરી દીધી હતી. ત્યારે લોકસભામાં કોંગ્રેસની કારમી પછડાટ બાદ પાલિકમાં પણ નેતા વિપક્ષ ધાનાણીના ગઢમાં ગાબડું પાડીને પાંચેય બેઠકો કબજે કરવાનો ભાજપના નેતાએ દાવો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details