ગુજરાત

gujarat

ETV Bharat / state

પરેશ ધાનાણીનીએ અમરેલીમાં BJP પર આંકરા પ્રહાર કર્યા - Congress

અમરેલી: લોકસભા 2019ની ચૂંટણીનો જંગ પ્રારંભ થઇ ગયો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં મહત્વની ગણાતી અમરેલીની બેઠક માટે શુક્રવારના રોજ કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

પરેશ ધાનાણી

By

Published : Apr 5, 2019, 7:45 PM IST

અમરેલીમાં આવેલા જુના માર્કેટયાર્ડમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા. આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમરિષભાઈ ડેર, જેવી કાકડીયા, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

પરેશ ધાનાણીનું અમરેલીમાં જનસંબોધન

આ સંમેલનમાં સૌ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આ સંમેલનમાં પરેશ ધાનાણીએ સરકાર પર આંકરા પ્રહારો પણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details