અમરેલીઃ જિલ્લાના દામનગરના કાચરડી ગામે ભજીયા પાર્ટી કરતા પાંચ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી અમરેલી પોલીસ શિક્ષાત્મક કર્યવાહી કરી છે. વર્તમાન સંજોગોમા સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસની વૈશ્વીક મહામારીને અંકુશમાં રાખવા ભારત સરકાર દ્વારા 21 દિવસ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
અમરેલીમાં વાડીમાં ભજીયાની પાર્ટી કરતા 5 ઈસમો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી - દામનગરના કાચરડી ગામે
અમરેલીમાં દામનગરની વાડીમાં ભજીયાની પાર્ટી કરતા 5 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. લોક ડાઉન વચ્ચે પાર્ટી કરતા 5 વિરુદ્ધ દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અમરેલીઃ વાડીમાં ભજીયાની પાર્ટી કરતા 5 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી
આ બાબતે અમરેલી કલેક્ટરે જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક નીર્લીપ્ત રાયની સૂચના આપવામાં આવી હતી. ત્યારે એક જાગૃત નાગરીકે જિલ્લા પોલીસના વોટ્સએપ ઉપર વોટસએપના માધ્યમથી ભજીયા પાર્ટી કરતા યુવાનોના ફોટા મોકલવામાં આવ્યાં હતાં.
આ અંતર્ગત દામનગર પોલીસ દ્વારા કાચરડી ગામે જઇ સદરહું પાાંચ ઇસમો ઝડપ્યાં હતાં. તમામ કાચરડી તા.લાઠીના રહેવાસી છે.
- ભક્તિનંદન ધનશ્યામભાઇ વસાણી
- રોહિતભાઇ જનકભાઇ રોકડ
- તુષારભાઇ જનકભાઇ રોકડ
- પલકભાઇ બાબુભાઇ વસાણી
- રોહિતભાઇ ભરતભાઇ વસાણી