અમરેલીઃ જિલ્લામાં હાલ કોરોનનો એક પણ કેસ નથી. છતાં કોરોના જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર સિલ કરવામાં આવી હતી, ત્યારે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મુસાફરી કરતા લોકો ઝડપાયા છે.
અમરેલીમાં એમ્બ્યુલન્સની આડમાં અવર-જવર, પોલીસે કરી કાર્યવાહી - અમેરલી ન્યૂઝ
અમરેલી જિલ્લાની તમામ બોર્ડર સિલ કરવામાં આવી હતી, ત્યારે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મુસાફરી કરી રહ્યા હતા. જેથી પોલીસે આરોપીઓની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Amreli
બાબરાની ખંભાળા ચેકપોસ્ટની આ સંપૂર્ણ ઘટના પાસે બની હતી. જેમાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમો અને ત્રણ બાળકોને મુસાફરી કરતા પોલીસે ઝડપી પાડયા છે. લોક ડાઉન અને જાહેરનામાનો ભંગ થતા બાબરા પોલીસે એમ્બ્યુલન્સ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
સૌરાષ્ટ્રમા સૌથી વધુ અમરેલી જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી.ચારે તરફ ચેક પોસ્ટ પર 24 કલાક પોલીસ કર્મી તૈનાત કરી અન્ય જિલ્લામાંથી આવતા લોકો અમરેલી જિલ્લામા ન ઘૂસે તેને લઈને પોલીસ એલર્ટ પર છે.