સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો કર્યા ઝપ્ત - અમરેલી ન્યુઝ
અમરેલી: સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પોલીસને પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતાં જેના પગલે પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી પીસ્ટલ, જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતાં. તે દરોડા દરમિયાન ત્યાંથી નાસી જનારા મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલા બંને ઇસમોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.