5 ઓગસ્ટના રોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમેના વડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાબતમાં જાણવા મળ્યું હતું કે, પીયાવા ગામના મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા પોતાની વાડીએ દેશી પીવાનો દારૂ બનાવી વેચે છે. પોલીસે બાતમીના આધારે તે જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યા પોલીસે બે ઇસમોને દેશી દારૂની ભઠ્ઠી સાથે આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીના માલ-સમાન સાથે ઝડપી પાડ્યો હતો.
અમરેલીના પિયવ ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સાથે 2 શખ્સોની કરી ધરપકડ - વંડા
અમરેલી: જિલ્લાના પોલીસ સ્ટેશનના પીયાવા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પર અમરેલી SOG ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી હતી.
![અમરેલીના પિયવ ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સાથે 2 શખ્સોની કરી ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4058764-thumbnail-3x2-ddddd.jpg)
પિયવ ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા
પોલીસે આરોપી મહેશભાઇ જોરૂભાઇ મૈત્રા, અને મહેરામભાઇ મગનભાઇ પરમારની મુદ્દામાલની વિગત સાથે દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1000 કિમત રૂપિયા 2000 તથા દેશી પીવાનો દારૂ લીટર 400 કિમત રૂપિયા 8000 તથા પતરાના તથા પ્લાસ્ટીકના બેરેલ નંગ 7 કિમત રૂપિયા 3500 તથા નાના મોટા કેરબા નંગ 8 કિમત રૂપિયા 800 મળી કુલ કિમત.રૂપિયા 14,380નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.