પકડાયેલા આરોપી પ્રદિપ ઉર્ફે પદુ જગદિશભાઇ ડેર ઉમર 20, સિધ્ધાર્થપરી ઉર્ફે ભોલો હસમુખપરી ગૌસ્વામી ઉમર 24 ઝડપાયા હતા તેમજ આ સિવાય એક આરોપી અજયભાઇ ધીરુભાઇ ખાચરફરાર છે. તમામ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલીમાં ઈંગ્લીશ દારુ સાથે 2 ઝડપાયા
અમરેલીઃ જિલ્લાના બાબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે ઇંગોરાળા ગામના પાટીયા પાસે આવેલી વાડીએ એક કારમાં જોર જોરથી મ્યુઝિક વગાડતી કાર ચેક કરતા બે ઇસમને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-05 સાથે ઝડપાયા હતા.
આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની05 બોટલ, કિંમત 2000/- તથા સ્કોડા રેપીડ ગાડી કિંંમત. 3,00,000/- કુલ મુદ્દામાલ કિમત. 3,02,000/- રેઈડ દરમ્યાન પકડી પાડાયો હતો.