અમરેલીઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે પોલીસ અનેક રીતે મદદરૂપ બની રહી છે. એવામાં સાવરકુંડલા પોલીસ દ્વારા નકલી મહિલા PSIને ઝડપી પાડવામાં આવી છે.
લોકડાઉનમાં નકલી PSI બની લોકોમાંં રોફ જમાવતી મહિલાની ધરપકડ - અમરેલી પોલીસ
લોકડાઉનની સ્થિતિ દરમિયાન નકલી PSI બની લોકોમાં રોફ જમાવતી મહિલાની સાવરકુંડલા પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા નકલી PSI બની લોકોને ડરાવી ધમકાવતી હતી.
amreli
આ મહિલા નકલી PSI બની લોકોમાં ખૂબ રોફ જમાવતી હતી. તેમજ લોકોને માર મારી ડરાવતી ધમકાવતી હતી. જેથી તેની પાસે કોઈ આઈકાર્ડ પણ માંગતુ નહોતું. પરંતુ આજે બે વ્યક્તિઓને પકડીને GRD જવાનને સોંપવા જતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.
હાલ સાવરકુંડલા પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસે મહિલા વિરુદ્ધ IPC કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલા અગાઉ પણ સોશિયલ રિપોર્ટર છું, માનવ અધિકાર કચેરીથી આવું છું તેમ કહીને લોકોમાં રોષ જમાવતી હતી.