અમરેલી: જિલ્લાના પીપાવાવ પોર્ટમાં આવેલr એક્સિસ બેંકમાં આજે સવારે પંજાબના એક ટ્રક ડ્રાઇવર ચોરી કરવાના ઇરાદે બેંકમાં ઘુસી (Pipavav Axis Bank Robbery Attempt) ગયો હતો. આજે સવારે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક આવેલ ખાનગી એક્સિસ બેંકમાં પંજાબના એક ટ્રક ડ્રાઈવરે ચોરી કરવાનો પ્રયાસ કરતા પીપાવાવ મરીન પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે બેંક પર પહોંચીને ચોરી કરવાના ઇરાદે બેંકમાં ઘૂસેલા (Crime in Amreli 2022) પંજાબના ટ્રક ડ્રાઇવરને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. Attempted Robbery AtAxisBank
ઇરાદો નાકામ થતાં ઉશ્કેરાયો ચોર
પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પંજાબના ટ્રક ડ્રાઈવરે (Pipavav Axis Bank Robbery Attempt) પોલીસ કાફલા પર હુમલો (Crime in Amreli 2022) કર્યો હતો. જેમાં પીપાવાવ મરીન પીએસઆઇ અને કેટલાક પોલીસના કર્મચારીઓ ટ્રક ડ્રાઈવરે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત થયાં હતાં. ખૂબ જ ઉશ્કેરાઈ ગયેલા પંજાબના ટ્રક ડ્રાઇવરને રોકવા માટે પીએસઆઇ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં પોલીસ અને ટ્રક ડ્રાઇવર બંને ઇજાગ્રસ્ત થયાં છે.