ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી: મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ઉતાર-ચઢાવ - Peanut and cotton prices rise

અમરેલી: માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસના ભાવોમાં ગત વર્ષની સરખામણીએ વધારો-ઘટાડો જોવા મળી રહ્યોં છે. ગત વર્ષે કપાસના ભાવ હતા. તે આ વર્ષે વર્ષે કપાસના ભાવ ઘટાડો છે.

મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે ઉતાર-ચઢાવ

By

Published : Nov 22, 2019, 10:11 PM IST

કમોસમી વરસાદની માર સૌથી વધુ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની ઋતુ ખૂબ જ લાંબી ચાલી છે. જેને પરિણામે ખરીફ પાકો પર તેની વિપરીત અસરો જોવા મળી હતી. કપાસ અને મગફળીના પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થવાના અહેવાલો પણ મળી રહ્યાં હતાં, જેને લઈને ખેડૂતોમાં પણ ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હવે જ્યારે માર્કેટિંગ યાર્ડ ખરીફ પાકોથી ધમધમી રહ્યાં છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

મગફળી અને કપાસના ભાવમાં ગત વર્ષની સરખામણીએ જોવા મળી રહ્યો છે ઉતાર-ચઢાવ

ગત વર્ષે જે પ્રકારે કપાસના ભાવ મળતા હતા તેમાં આ વખતે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો ભાવમાં થયેલી વધઘટને કારણે મગફળી પકવતા ખેડૂતોને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કપાસ પકવતા ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ આ વખતે થોડું નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં કપાસ અને મગફળીના વર્તમાન બજાર ભાવને લઇને ખેડૂતોમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે.

ગત વર્ષે કપાસના 1120ના ભાવો ખેડૂતોને મળ્યા હતા. તેની સામે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 20 કિલોએ કપાસના ખેડૂતોને 868 રૂપિયા મળી રહ્યાં છે. જ્યારે તેની સરખામણી ગત વર્ષના ભાવ સાથે કરતા આ ભવામાં 161 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના ભાવ 1018 કરાયા છે, તેમ છતાં ખેડૂતો રિટેલ બજારમાં મગફળી વેચી રહ્યાં છે. સમગ્ર ભાવ તાલને લઈને અમરેલી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ ખેડૂતોને જે પ્રકારે સરકાર દ્વારા ભાવ આપવામાં આવી રહ્યાં છે. તેમજ રીટેઈલ બજારમાં જે પ્રકારે ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવો મળી રહ્યાં છે. જેને લઈને નારાજગીની સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી. એક તરફ દર વર્ષે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને ખરીફ પાકોના ભાવ દર વર્ષની સરખામણીએ નીચા છે. સમગ્ર મામલાને લઇને સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી માગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details