આજ રોજ અમરેલી ખાતે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું છે. પરેશ ધાનાણી ગુજરાતમાં એક લોકપ્રિય ચહેરો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી વિધાનસભાની સ્થિતિ રિપિટ કરવાની મહેંચ્છા દાખવી છે. ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખેંચતાણને જામી હતી. જેના પગલે કોંગ્રેસે 6 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે ભાજપે પરબત પટેલ અને ભરતસિંહ ડાભીને જાતિગત સમીકરણોને આધારે ટિકિટ આપી છે.
અમરેલીથી પરેશ ધાનાણી લોકસભા લડશે, નોંંધાવી ઉમેદવારી - bjp
અમરેલીઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે અમરેલીથી પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ખૂબ નજીકના માનવામાં આવે છે. પરેશ ધાનાણી હાલ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. ગુજરાતમાં વિધાનસભા લડ્યા બાદ ધાનાણી હવે લોકસભા ચૂંટણી લડશે.
અમરેલીથી પરેશ ધાનાણીએ નોંંધાવી ઉમેદવારી
આ સિવાય ગાંધીનગરથી કોંગ્રેસ સી.જે.ચાવડાને ટિકિટ આપી છે. સી. જે. ચાવડાની સીધી ટક્કર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થશે.
Last Updated : Apr 3, 2019, 2:11 PM IST