ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન અંગે જાત માહીતી મેળવતા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પુંજા વંશ - Una MLA Punja vansh

અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન અંગેની જાત માહિતી મેળવવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ધારી વિધાનસભા બેઠકના પ્રભારી અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશ આવ્યા હતા.

damage caused by heavy rains
અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન અંગે માહીતી મેળવવા માટે પરેશ ધાનાણી અને પુંજા વંશ આવ્યા

By

Published : Sep 6, 2020, 3:19 AM IST

અમરેલીઃ જિલ્લામાં શનિવારના રોજ અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા માટે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ધારી વિધાનસભા બેઠકના પ્રભારી અને ઉનાના ધારાસભ્ય પુંજા વંશ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન અંગે માહીતી મેળવવા માટે પરેશ ધાનાણી અને પુંજા વંશ આવ્યા

જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત વિસ્તારની તેઓએ મુલાકાત લીધી હતી અને યોગ્ય વળતર ચૂકવવા માટે સરકાર પર આકરા પ્રહારો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યાં હતા. પુંજા વંશે જણાવ્યું હતું કે, આખો દેખો અહેવાલ અમે સરકારને સમક્ષ રજુ કરશું હાલ ખેડૂતોની સ્થિતિ પેટ ઉપર પાટુ માર્યા જેવી છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે રાજ્યના કેટલાય જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. કેટલાય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઇ જવાને કારણે પાકનો સંપુર્ણ નાસ પણ થયો છે.

ABOUT THE AUTHOR

...view details