અમરેલી: જિલ્લામાં અવારનવાર દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકડાઉન હોવાથી વન્ય પ્રાણીઓ માનવીની ગેરહાજરીના કારણે બે ખોફ વિચરી રહ્યા છે. ક્યારેક ક્યારેક તેઓ જંગલમાંથી શહેર તરફ પણ આવી જાય છે. ખોરાકની શોઘમાં હિંસક પ્રાણીઓ પશુ તેમજ માણસો પર હુમલો પણ કરે છે.
અમરેલી બાયપાસ રોડ પર દીપડાએ ખેતમજૂર પર હુમલો કર્યો
અમરેલી શહેરમાં બાયપાસ પર આવેલી વાડીમાં દીપડાએ ખેતમજૂર પર હુમલો કર્યો હતો. લોકડાઉનના પગલે અવરજવર ઓછી થવાને કારણે વન્ય પ્રાણીઓ શહેરમાં દેખાઈ રહ્યા છે.
દીપડાએ ખેત મજૂર પર હુમલો કર્યો
રવિવારે અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ પર આવેલી વાડીએ જતા સમયે એક ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેત મજૂરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલ ખેત મજૂર અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.