અમરેલી: શહેરમાં કોરોના સંક્રમણ રોકવા તંત્ર વધુ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમરેલી શહેરમાં આગામી 20 જુલાઈથી 25 જુલાઈ સુધી પાનની દુકાનો તથા ટી સ્ટોલ બંધ રાખવામાં આવશે.
અમરેલી શહેરમાં 5 દિવસ પાનના ગલ્લા તથા ટી સ્ટોલ બંધ રહેશે - Pan shops of amreli
અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શહેરમાં આવેલા તમામ પાનના ગલ્લા તથા ટી- સ્ટોલ પર ભીડ એકઠી થતી ટાળવા તેને 5 દિવસ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
અમરેલી શહેરમાં 5 દિવસ પાનના ગલ્લા તથા ટી સ્ટોલ બંધ રહેશે
અમરેલી શહેરમાં કોરોના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. લોકડાઉન ખુલ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ પાનના ગલ્લા અને ચાની કીટલી પર લોકોની ભીડ એકઠી થતી હતી જેના કારણે સામાજિક અંતર જળવાતું ન હતું અને સંક્રમણ વધવાનો પણ ભય હતો.
તંત્ર દ્વારા આ પ્રકારે નિર્ણય લેવામાં આવતા લોકો સોશીયલ ડિસ્ટન્સ તેમજ કોરોનાથી સાવચેતી રાખવાની અન્ય બાબતોનું પાલન કરતા થશે જેને પગલે પોઝિટિવ કેસની સંખ્યા નિયંત્રણમાં આવી શકશે.