ગુજરાત

gujarat

ETV Bharat / state

માછીમારો માટે થઈ શકે છે પેકેજની જાહેરાત: ફિશરીઝ કમિશનર પહોંચ્યા જાફરાબાદ

અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ કોહરમ મચાવ્યા બાદ રાજ્યના ફિશરીઝ કમિશ્નર સહિત સચિવો અને ઉચ્ચ અધિકારીઓ 26 મે બુધવારના રોજ જાફરાબાદ આવ્યા હતા. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના નિવાસ સ્થાને બેઠક યોજી વાવાઝોડામાં નુકસાન અંગે માહિતી મેળવી હતી.

માછીમારો માટે થઈ શકે છે પેકેજની જાહેરાત
માછીમારો માટે થઈ શકે છે પેકેજની જાહેરાત

By

Published : May 27, 2021, 1:48 PM IST

  • જાફરાબાદમાં માછીમારો માટે રાહત પેકેજની થઈ શકે છે જાહેરાત
  • ફિશરીઝ કમિશનરે જાફરાબાદ હીરા સોલંકીના નિવાસ સ્થાને બેઠક યોજી
  • રાજય કૃષિ સહકાર સચિવ અને ઉચ્ચ સચિવના કાફલાએ બંદરની લીધી મુલાકાત

અમરેલીઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડા (taukte cyclone)એ કોહરમ મચાવ્યા બાદ જાફરાબાદ બંદર અને માછીમારો(fishermen)ને કરોડોનું નુકસાન થયુ છે. ત્યારે સરકાર દ્વારા નુકસાનની સર્વે કામગીરી હાથ ધરાય હતી. જ્યારે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ફિશરીઝ કમિશ્નર સહિત સચિવોને સૂચના આપતા ઉચ્ચ અધિકારીઓ 26 મે બુધવારના રોજ જાફરાબાદ આવી પહોંચ્યા હતા. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના નિવાસ સ્થાને બેઠક યોજી વાવાઝોડામાં નુકસાન અંગે માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ"તૌકતે" ચક્રવાતઃ જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક, વાવાઝોડાને ધ્યાનમાં લઇ બોટો પરત બોલાવા આપ્યો આદેશ

ફિશરીઝ કમિશનરે જાફરાબાદ હીરા સોલંકીના નિવાસ સ્થાને બેઠક યોજી

જાફરબાદમાં માછીમાર ઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો છે ત્યારે વાવાઝોડાના કારણે માછીમાર ઉદ્યોગને અને બંદરને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર તરફતી માછીમારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામા આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. માછીમારો અને બંદરને થયેલા નુકસાન બાદ આવતા દિવસોમાં કેવી રીતે માછીમારોનો ઉદ્યોગ ધમધમતો થાય તે માટેનું આયોજન કરવામા આવી રહ્યું છે.

આ પણ વાંચોઃજાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું

રાજય કૃષિ સહકાર સચિવ અને ઉચ્ચ સચિવના કાફલાએ બંદરની લીધી મુલાકાત

વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે 26 મેંએ ગાંધીનગરથી ગુજરાત ફિશરીઝ કમિશ્નર ડી.પી.દેસાઈ, રાજય કૃષિ સહકાર સચિવ નલિન ઉપાધ્યાય સહિત ઉચ્ચ સચિવના કાફલાએ બંદર પર પણ મુલાકાત લીધી હતી. સમગ્ર સર્વે બાદ રિર્પોટ તૈયાર કરાયો હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ રિપોર્ટના આધારે માછીમારો માટે રાહત પેકેજની જાહેરાત થવાની શકયતા દેખાય રહી છે.

ABOUT THE AUTHOR

...view details