અમરેલી: હાલ ગુજરતમાં ઉનાળાની શરૂઆત થઇ છે. ઘાસચારા માટે પશુઓને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવા સમયમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ઘાસચારાનું ટ્રેક્ટર ભરી પોતે જ ચલાવી અને શહેરના વિવિધ વિસ્તરોમાં રઝળતા પશુઓને લીલો ઘસચારો નાખવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નીકળ્યા ટ્રેક્ટર પર - વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. જેથી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રઝળતા પશુઓને ઘાસચારો નાખીને સેવા કરી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નીકળ્યા ટ્રેક્ટર પર
પરેશ ધાનાણી દ્વારા પશુઓને ઘાસચારા તરફ આકર્ષવા વિવિધ પ્રકારના અવાજો પણ કાઢવામાં આવ્યા હતા. લૉકડાઉનની સ્થિતિમાં ગરીબ લોકો અને જરૂરિયાતમંદોને ભોજન આપ્યા બાદ સોમવારે પરેશ ધાનાણી દ્વારા પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.