અમરેલી: કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર તરફ કુચ કરી રહ્યા છે. વતન પરત ફરી રહેલા લોકોને ચાવંડ ચેકપોસ્ટ પર ગરમા-ગરમ ચા અને ગાઠીયા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પીરસ્ચા હતા.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ચાવંડ ચેકપોસ્ટ પર સેવા યજ્ઞ શરૂં - સેવા યજ્ઞ
લોકડાઉન દરમિયાન પરત ફરી રહેલા લોકોને વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ ચાવંડ ચેકપોસ્ટ પર ચા નાસ્તો વહેંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 24 માર્ચના રોજ લાગુ કરાયેલા લોકડાઉન બાદ સતત કોંગ્રેસ નેતા સેવા કાર્ય કરી લોકોની સેવા કરી રહ્યા છે.
![વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ચાવંડ ચેકપોસ્ટ પર સેવા યજ્ઞ શરૂં Paresh Dhanani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7203143-1038-7203143-1589508360263.jpg)
પરેશ ધનાણી
સુરત, અમદાવાદ તથા અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા લોકો માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ચાવંડ ચેકપોસ્ટ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પોતે વિરાધ પક્ષના નેતા દ્વારા આવનારા લોકોને ચા નાસ્તો પીરસવામાં આવ્યો હતો.
ચાવંડ ચેક પોસ્ટ પર ગરમ ગાંઠીયા અને ચા પાણીની વ્યવસ્થા ઉભી કરવાથી મોટી સંખ્યામા આવતા લોકોને સેવા યજ્ઞનો લાભ મળ્યો છે. વિરોધ પક્ષના નેતા લોકડાઉન દરમિયાન સતત સેવાકાર્ય કરતા જોવા મળી રહ્યા છે.