- સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે અમરેલી
- અમરેલીના સાવરકુંડલામાંથી પસાર થતી નાવલી નદીમાં 2 લોકો તણાયા
- 2 લોકો પૈકી એકનો બચાવ, અન્ય 1ની શોધખોળ યથાવત
અમરેલી: ગુજરાતને ધમરોળનારા વાવાઝોડા તૌકતે સાથે વરસેલા વરસાદે નદીઓમાં પાણીની આવક વધારી છે. જેમાં વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી વધતા ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જેમાં સવાર 2 લોકો પૈકી 1ને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 1 હજુ પણ લાપતા છે.