- રાજુલા પોલીસની વાવાઝોડા અસરગ્રસ્તો માટે ઉમદા કામગીરી
- પોલીસે પીવાના પાણી, ભોજન અને મોબાઈલ ચાર્જ સેન્ટર થકી અનેરી સેવા
- પોલીસ વડા આશિષ ભાટીયાએ લીધી હતી રાજુલાની મુલાકાત
અમરેલી: તૌકતે વાવઝોડા(taukte cyclone)એ મચાવેલી તબાહીની સૌથી વધુ અસર (cyclone effect) જિલ્લાના રાજુલા પંથકમાં જોવા મળી રહી છે. ઘણા દિવસોથી વીજળી વિહોણા રાજુલા શહેરમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ ઉભી થઈ છે. લોકો પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારતા હતા.પોલીસ પરિવારના ક્વાર્ટરોમાં પણ પાણી મળતું ન હતુ.
આ પણ વાંચોઃગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડા પછી રાહત કામગીરી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ
પોલીસ વડા આશિષ ભાટીયાએ રાજુલાની મુલાકાત લીધી હતી
રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા (Ashish Bhatiya) રાજુલાની મુલાકાતે આવતા સ્થિતિ હોય ખૂબ ગંભીર હાવોથી ગાંધીનગરથી પાણીના સરકારી (state goverment) ટેન્કર રવાના કર્યા હતા. ટેન્કર રાજુલા પહોચ્યા અને પોલીસ લાઈનને પાણી આપી દિવસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરી પ્રજાની મદદ કરી હતી. પોલીસની મદદ દ્વારા વિવિધ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરાય રહ્યું છે. જ્યાં સુધી વીજળી નહિ આવે ત્યાં સુધી પોલીસ શહેરને પાણીની મદદ કરશે.