વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેના પગલે અમરેલી જિલ્લામાં તંત્રએ પૂણેની NDRF ટીમને તૈનાત કરી છે અને આ સમગ્ર એલર્ટ વચ્ચે NDRFની ટુકડી સંવેદનશીલ વિસ્તારો તરફ રવાના કરાઇ છે.
અમરેલીમાં 'વાયુ' ને પહોંચી વળવા NDRF ની ટીમ ખડેપગે
અમરેલીઃ વાયુ વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા અસર ગ્રસ્ત વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે. એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી તંત્ર દ્વારા પુણેની એનડીઆરાએફની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના કરાઈ છે.
અમરેલીમાં 'વાયુ' ને પહોંચી વળવા NDRF ની ટીમ ખડે પગે
જેમાં ઉના, દિવ અને જાફરાબાદ એનડીઆરએફની ટિમ પહોંચી પ્રભાવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. વાવાઝોડું આવે તે પહેલાં પ્રભાવિત વિસ્તારના લોકોને વાવાઝોડા સમયે તકેદારી રાખવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ છે.