'નર્મદા'ના હજારો લીટર પાણીનો અમરેલીના બાબરામાં વેડફાટ - Babra
અમરેલી: ગુજરાતમાં પાણીની તંગી છે, ત્યારે અમરેલીના બાબરાના ચમારડી ગામે તળાવ પાસેની નર્મદાની મેન લાઈનના એરવાલ લિકેજ થતાં હજારો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. આ લિકેજ શુક્રવારથી થઈ રહ્યો છે. તળાવમાં પાણી ખુબ જ મોટા પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે.
સ્પોટ ફોટો
સ્થાનિકોના જાણવ્યાનુસાર આ લિકેજ શુક્રવારથી થઈ રહ્યો છે અને હજી સુધી તંત્રને જાણ પણ નથી. જ્યાં વાલ લિકેજ થયો છે, તેની બીજી બાજૂ પાણીની બીજી એક લાઈનનું કામ ચાલુ છે. પાઇપલાઇનમાંથી પાણી આવતાં ગામ લોકો મોટી સંખ્યામા જોવા માટે ઉમટી પડ્યા હતા.