ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં વરસાદ માટે હિન્દુ મુસ્લિમોએ સાથે મળી વરસાદ માટે આજીજી કરી, દિલીપ સંઘાણી પણ રહ્યા હાજર

અમરેલીઃ રાજ્યમાં ચોમાસું બેસી ગયા હોવા છતાં, વરસાદ ન આવતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ત્યારે અમરેલીના રાજકમલ ચોકમાં મેઘરાજાને વરસાવા માટે મુસ્લિમ સમુદાયના ધર્મગુરુઓ અને અગ્રણીઓએ અલ્લાહ પાસે દુઆ માંગી હતી. મુસ્લીમ સમુદાયના આ કાર્યક્રમમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીએ હાજરી આપી ભગવાનને પ્રાર્થના કરી હતી.

અમરેલી

By

Published : Jul 19, 2019, 5:14 PM IST

વાયુ વાવાઝોડા બાદ સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો સાથે લોકો પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઠેર ઠેર વરસાદને લઈને યજ્ઞ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાય સાથે ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણી પણ જોડાયા હતા. ઈશ્વર, ખુદા પાસે આખા ગુજરાતને તૃપ્ત કરે તેવો વરસાદ વરસે તો પાણીનો ગંભીર પ્રશ્ન હલ થઈ શકે તેવી દુઆ અને પ્રાર્થના કરવામાં આવી હતી.

અમરેલીમાં મુસ્લીમ સમુદાયે અલ્લાહ પાસે વરસાદની દુઆ માંગી, દિલીપ સંઘાણી પણ રહ્યા હાજર

હાલ જે રીતે અગીયારશે વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક બળી જાય તેવા સમીકરણો સાકાર થયા છે. ત્યારે મુસ્લિમ સમુદાયે ત્વરિત વરસાદ વરસે તેવી દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મગુરુ અને જિલ્લાના મુસ્લિમ સમુદાય સાથે સંઘાણીએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહી ભગવાનને વરસાદની પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details