- રામકથાકાર મોરારી બાપુએ કરી 1 કરોડ રૂપિયાની કોરોના સહાયની જાહેરાત
- અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને સહાય
- 23 એપ્રિલે રાજુલામાં કથા દરમિયાન મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કરી જાહેરાત
અમરેલી:રાજુલામાં મોરારી બાપુ રામકથા કરી રહ્યા છે. આજથી એક વર્ષ અગાઉ રાજુલામાં રામકથા ચાલી રહી હતી. કેટલાક દિવસો બાદ કોરોના સંક્રમણને કારણે વર્ષ 2020માં અચાનક આવેલા લોકડાઉનને કારણે આ કથા અધૂરી રહી હતી. જે આજે એક માત્ર વ્યાસપીઠ પરથી મોરારી બાપુની હાજરી અને તમામ શ્રોતાઓની ગેરહાજરી વચ્ચે આ કથા માત્ર મોરારી બાપુ વાંચી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ધ્યાને રાખીને કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કોરોના સંક્રમણ કાળમાં રૂપિયા 1 કરોડની સહાય જાહેર કરી છે. આ સહાય અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને આપવાની જાહેરાત મોરારી બાપુએ 23 એપ્રિલે રાજુલામાં ચાલી રહેલી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી કરી છે.
આ પણ વાંચો: ગિરનાર પર્વત પર પ્રથમવાર મોરારી બાપુની કથાનું આયોજન, શ્રોતાઓ ઘરે બેઠા સ્મરણ કરશે
અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને 25 લાખ કોરોના સહાય આપશે મોરારી બાપુ