અમરેલી:લોકોની સુખાકારી માટે મહિલા-પુરુષ જિમ્નેશિયમ હોલનું નવનિર્માણ કરાયું - બેડમિંટન કોટ
અમરેલી: જિલ્લાની જનતાને પોતાના આરોગ્ય સુખાકારી માટે નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા રૂપિયા 1.5 કરોડના ખર્ચ મહિલા -પુરુષ જિમ્નેશિયમનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.જેનો લાભ અમરેલીવાસીઓ નજીવા ફી દ્વારા મેળવી શકશે.
![અમરેલી:લોકોની સુખાકારી માટે મહિલા-પુરુષ જિમ્નેશિયમ હોલનું નવનિર્માણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4042286-thumbnail-3x2-ddddd.jpg)
લોકોની સુખાકારી માટે મહિલા-પુરુષ જિમ્નેશિયમ હોલનું નવનિર્માણ કરાયું
અમરેલી શહેરમાં નગર પાલિકા વિકાસ સમિતિ દ્વારા એક અધતન સુવિધા વાળુ જિમ્નેશિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમા એક બિલ્ડિંગમાં ઉપરના ફ્લોર પર મહિલા તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર પુરુષો માટે જિમ્નેશિયમ હોલ બનાવામાં આવશે. તેમજ તેમાં બેડમિંટન કોટ પણ બનાવામાં આવશે.જે અમરેલીના આરોગ્ય સુખાકારી માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનો લાભ શહેરની પ્રજા નજીવી ફી દ્વારા લાભ લઇ શકશે. આ જિમ્નેશિયમ હોલનું ઉદ્દઘાટન 15 મી ઓગષ્ટના દિવસે કરવામાં આવશે.