અમરેલી જિલ્લામાં સમૂહ લગ્ન ઉત્સવ અનેક જાતિના સમૂહ લગ્ન યોજાય છે. પરંતુ ભર ચોમાસામાં જાફરાબાદ ખાતે ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવ માણવાની પણ મજા કંઈક અલગ જ છે. સમસ્ત ખારવા સમાજના 24માં સમૂહ લગ્નમાં 124 દંપતીના લગ્ન ગ્રંથ જોડાયા લગ્નના વરઘોડો કામનાથ મંદિરથી નીકળ્યો હતો. માનવ મેળાનું કિડીયારૂ ઉભરાયું હતું.
જાફરાબાદમાં ખારવા સમાજના 24માં સમૂહ લગ્ન, 124 દંપતીના પ્રભુતામાં પગલા - jafrabad
અમરેલી: જિલ્લામા જાફરાબાદમા રહેતા સાગરખેડું લોકોના હાલ ચોમાસું હોવથી માછીમારોને હાલ ચાર મહિના પોતાના પ્રસંગો કરવાની મૌસમ શરૂ થતા ખારવા સમાજના હાલ 24મા સમૂહ લગ્નન યોજાયા હતા.
zxdfv
આ વરઘોડો શાક માર્કેટ, એસટી બસ સ્ટેશન પહોંચ્યો હતો. વિવિધ રંગની છત્રીઓ, સોફા સાથે કુલ 124 નવદંપતીની લગ્ન વિધિ જોડાયા હતા. લગ્ન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવેલ હતી. લગ્નમાં જાન અને વર કન્યા જાફરાબાદ ગામના જ હોય છે. આ ઉત્સવમાં સમગ્ર વેપારી તેમજ અલ્ટ્રાટેક કંપની આ કાર્યક્રમના આયોજક શ્રી નારણભાઈ બાંભણિયા અને નરેશભાઈ બારીયા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.