દેશભરમાં ભાજપ સંગઠન પર્વની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આજે અમરેલી જિલ્લાનો ભાજપના સંગઠન પર્વ સંમેલનમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રભારી મંત્રી હકુભા જાડેજા, સાંસદ નારણ કાછડીયા, દિલીપ સંઘાણી, હીરા સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કાશીથી વડાપ્રધાન મોદીના સંગઠન પર્વના કાર્યક્રમને કાર્યકરો અને આગેવાનોએ નિહાળ્યો હતો.
અમરેલીમાં સંગઠન પર્વની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત
અમરેલીઃ દેશવ્યાપી સંગઠન પર્વની ઉજવણી અમરેલી ભાજપ દ્વારા પણ કરાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે મૌન સેવ્યુ હતું.
અમરેલીમાં સંગઠન પર્વની ઉજવણીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત
આ સંમેલનમાં મનસુખ માંડવિયાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સંગઠનથી સત્તા તરફ જવુંને જનકલ્યાણના કામો કરવાનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. 11 કરોડની સભ્ય સંખ્યા ધરાવતી ભાજપ બીજા સદસ્યતા અભિયાનમાં સમગ્ર દેશમાં ઓનલાઈન સભ્યો નોંધવાના સાથે આંતરિક મજબૂતી સંગઠન કરવાની છે. કાર્યક્રમ પછી મીડિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ અંગેનો સવાલ પુછતા મનસુખભાઈએ જવાબ આપવાનું ટાળ્યુ હતું.