ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો - જાફરાબાદ ફિશિંગ બોટ

અમરેલીના જાફરાબાદથી પાંચ માઇલ દુર દરિયામાં એક વ્યક્તિ દરિયામાં પડી જતા માછીમારી કરતી બોટને ધ્યાને આવતા તેને બચાવી લેવામાં(Jafrabad fishing boat ) આવ્યો હતો. આ વ્યક્તિને બચાવી જાફરાબાદ મરીન પોલીસને સોપવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનો સંપર્ક કરીને વ્યક્તિને(Jafrabad Marine Police) સોપવામાં આવ્યો હતો.

અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો
અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો

By

Published : Apr 23, 2022, 3:55 PM IST

અમરેલી: જાફરાબાદથી પાંચ માઇલ દુર દરિયામાં એક માણસ તરતો(Jafrabad fishing boat ) હોવાની જાણ થતા જાફરાબાદની હરભોલે નામની બોટે માણસને બચાવી લીધો હતો. આ બોટ એસોસીએસનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ થતા તેણે (Jafrabad Marine Police)દરિયામાંથી આવતી હરભોલે નામની બોટનો સંપર્ક કરી માણસને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

જાફરાબાદ દરિયા

આ પણ વાંચોઃદરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા

વ્યક્તિને બોટ દ્વારા બચાવાયો -જાફરાબાદ થી પાસ નોટીકલ માઈલ દૂર દરિયામાં મહુવા તાલુકાના ડોળીયા ગામનો રહેવાસી ધરમશી રામ બારીયા દરિયા કિનારે આવેલ કોઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમય દરમિયાન દરિયાના પાણીમાં પડી (man fell into the sea)જતા ટાયરની ટ્યુબની મદદથી પાણીમાં તરતો રહ્યો હતો. આ સમયે દરિયામાંથી ફિશિંગ કરી રહેલ હરભોલે નામની બોટના ખલાસીઓને આ વ્યક્તિ નજરમાં આવતા તેને તાત્કાલિક બચ્ચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃદ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો

પરિવારને સોપવામાં આવ્યો -બોટના માલીક દિનેશ નાનુનો સંપર્ક કરી અને જે વ્યક્તિ દરિયામાં તરતો હતો તેને બોટમાં લઈ જાફરાબાદ કાંઠે લઇ આવવામાં આવ્યો હતો. તાત્કાલિક મરીન પોલીસને જાણ કરતા જાફરાબાદ મરીન પોલીસના હેડ. કોન્સ. ડોડીયા દ્વારા તે વ્યક્તિના સબંધીને જાણ કરવામાં આવી હતી. વ્યક્તિના સંબધીને પોલીસ સ્ટેશન બોલાવી તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આમ મરીન પોલીસ પી.આઈ ચૌધરી તેમજ અશોક, બાલુ ડોડીયા, વીરે, જયેશ વગેરે પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details