અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી તળાવોમાં પાણી આવવા લાગ્યા છે. ઉનાળાની ગરમીથી બચવા માટે સિંહો નદી તળાવોને રહેઠાણ બનાવી વસતા હતા. પરંતુ નદી તળાવોમાં પૂર આવવાની ભીતિને પગલે સિંહોએ પોતાનું આશ્રય સ્થાન બદલ્યું છે. કુદરતી આફતો પ્રત્યે આગવી સુજ ધરાવતા સિંહો ડુંગરની ઊંચાઈ પર જતા રહ્યા છે.
ગીરના સિંહોએ ચોમાસુ શરૂ થતાં જ બદલ્યુ પોતાનું રહેઠાણ - AMR
અમરેલીઃ બૃહદ ગીરમાં વસતા સાવજોએ ઉનાળામાં નદી તળાવોને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું. પરંતુ ચોમાસુ શરૂ થતાં જ પોતાની સલામતી માટે સ્થળાંતર કરી ઉંચા ડુંગરાળ વિસ્તારોને પોતાનું સલામત રહેઠાણ બનાવ્યું છે.
સિંહોએ બદલ્યુ પોતાનું રહેણાંક
અમરેલી જિલ્લામાં શેત્રુંજી, ઘાતરવડી, ગાગડીયો સહિત કૃષ્ણગઢ તળાવ, મિતિયાળા અભયારણ્યનું હોરાવાળી તળાવ આસપાસ સિંહોનો કાયમી વસવાટ રહ્યો છે. આ ઉપરાંત, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લીલીયા, ધારી સહિતના વિસ્તારમાં 60 જેટલા સિંહો નદી તળાવો છોડી બેડીયા, હાથિયો, સાવજીયા ડુંગર પર પોતાની સુજ બૂજથી પુર વાળા વિસ્તારો છોડી ઉંચાઈ પર રહેઠાણ બનાવ્યું છે.
Last Updated : Jun 28, 2019, 9:08 PM IST