ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંહે અડધીરાત્રે 5 વર્ષની બાળકીનો શિકાર કર્યા પછી પણ કઈ રીતે ગ્રામજનોની આખી રાત બગાડી, જૂઓ - અમરેલી રેવન્યુ વિભાગનું વન તંત્ર

અમરેલી જિલ્લામાં કડાયા ગામમાં એક સિંહે 5 વર્ષની બાળકીનો શિકાર (Child hunting in Kadaya village) કર્યો હતો. જોકે, માનવભક્ષી બનેલા સિંહને વન વિભાગે ભારે જહેમત બાદ (Lion terror in Kadaya village) પાંજરે પૂર્યો હતો. તેના કારણે ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સિંહે અડધીરાત્રે 5 વર્ષની બાળકીનો શિકાર કર્યા પછી પણ કઈ રીતે ગ્રામજનોની આખી રાત બગાડી, જૂઓ
સિંહે અડધીરાત્રે 5 વર્ષની બાળકીનો શિકાર કર્યા પછી પણ કઈ રીતે ગ્રામજનોની આખી રાત બગાડી, જૂઓ

By

Published : May 3, 2022, 3:38 PM IST

અમરેલીઃ બગસરાના કડાયા ગામમાં ખેત મજૂરની 5 વર્ષની બાળકીનો સિંહે શિકાર કરતા ચકચાર મચી છે. સિંહે અડધો કિલોમીટર સુધી બાળકીને ઢસડી (Child hunting in Kadaya village) હતી. ત્યારબાદ તેનો શિકાર કર્યો હતો. ત્યારે માનવભક્ષી બનેલા આ સિંહને વન વિભાગે ભારે જહેમત બાદ પીંજરે (Lion terror in Kadaya village) પૂર્યો હતો. તેના કારણે ગામના લોકોએ રાહતનો શ્વાસ (Lion terror in Kadaya village) લીધો હતો. જ્યારે બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

સિંહે આખી રાત ગામને જગાડ્યું

આ પણ વાંચો-Leopard in Amreli : સાવરકુંડલાના આશ્રમમાં કાળી રાતે દીપડાના આંટાફેરા, શ્વાનનો કર્યો શિકાર

સિંહે આખી રાત ગામને જગાડ્યું -વન વિભાગ આખી રીત આ સિંહની પાછળ પાછળ ફરતું રહ્યું. આખરે સાસણ એનિમલ કેર સેન્ટર (Sasan Animal Care Center) સાથે અમરેલી રેવન્યુ વિભાગનું વન (Forest system of Amreli Revenue Department) તંત્ર પણ સિંહને પાંજરે પૂરવા કામે લાગ્યું હતું. ત્યારે ગ્રામજનોએ મૃતક ખેતમજૂરને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો-ચતુર શિયાળ, ઘણા સિંહો પણ એક સાથે શિકાર કરી શક્યા નહિ! જુઓ કેવી રીતે શિયાળ છટકી નીકળે છે

5 વર્ષની બાળકીનો લેવાયો ભોગ - આ અંગે મળતી માહિતી અનુસાર, કડાયા ગામમાં ખેતરની વાડીમાં રહેતા પરિવારની 5 વર્ષની બાળકીનો શિકાર સિંહે (Lion terror in Kadaya village) કર્યો હતો. જોકે, અહીં અવારનવાર સિંહના હુમલા થવાથી વન વિભાગની બેદરકારી સામે આવી હતી. જ્યારે ગ્રામજનોએ તો માગ કરી હતી કે, જ્યાં સુધી સિંહને પાંજરે નહીં પૂરાય ત્યાં સુધી બાળકીનો મૃતદેહ નહીં ઉપાડવામાં નહીં આવે. જ્યારે આખી રાતની મહેનત પછી વન વિભાગ સિંહને (Lion terror in Kadaya village) પકડવામાં સફળ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details