અમરેલીઃ રાજુલા તાલુકાના કોવાયા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના કોલોની ગેટથી સિંહએ રાત્રીના લટાર મારી હતી. આ સિંહ કોલોની ગેટ અને HDFCના ATM નજીકથી સિંહ પસાર થયો હતો. ખાનગી કંપની અને કોલોનીના કારણે સતત અવર જવર રહેતી હોય છે. સિંહોના આંટાફેરા વધતા કંપનીના સિક્યુરિટી જવાનોમા અફડા તફડી સર્જાઈ હતી. શિકારની શોધમાં સિંહ કોલીનીના ગેટ સુધી પહોંચ્યો હતો.
રાજુલાની અલ્ટ્રાટેક કંપનીમાં સિંહએ મારી "જોખમી" લટાર - અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલી અલ્ટ્રા સીમેન્ટ ટેક કંપનીમાં રાત્રીના સમયે સિંહ દેખાયો હતો. આ વીડિયોમાં વનરાજ કંપનીમાં લટાર મારતા નિહાળી શકાય છે.
lion in rajula
વન વિભાગની ગેરહાજરીના કારણે આ સિંહો હુમલો પણ કરી શકે છે. રાજુલા કોસ્ટલ વિસ્તારના પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, સિંહોના આવી રીતે અટાફેરા જોખમી કહેવાય વન વિભાગ પેટ્રોલિંગ વધારે તે જરૂરી છે.