ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં દિપડાનો ભય ઓસર્યો નથી, ત્યાં સિંહે મચાવ્યો હાહાકાર - સિંહનો હુમલો

અમરેલી: જિલ્લામાં હિંસક પ્રાણીઓ હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે બગસરા તાલુકામાં માનવભક્ષી દીપડા બાદ હવે ધારીમા પણ સિંહે ખેત મજૂર પર હુમલો કરતા ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાના વાદળો ઘેરાયા છે.

અમરેલી જિલ્લામાં દિપડા બાદ સિંહનો હાહાકાર
અમરેલી જિલ્લામાં દિપડા બાદ સિંહનો હાહાકાર

By

Published : Dec 23, 2019, 12:19 PM IST

Updated : Dec 23, 2019, 4:10 PM IST

જિલ્લામાં હિંસક પ્રાણીઓ હાહાકાર મચાવી રહ્યા છે. જેમાં જિલ્લાના બગસરામાં માનવ ભક્ષી બનેલા દીપડાનો ત્રાસ હજુ ઓસર્યો નથી, ત્યાં ધારીમાં એક સિંહ હિંસક બનીને ખેત મજુરનો શિકાર કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અમરેલીમાં સિંહે મચાવ્યો હાહાકાર

ધારી તાલુકાના દલખાણીયા રેંજમાં આવેલા ડાભારી ગામનો ખેત મજૂર આજે વહેલી સવારે કુદરતી હાજતે ગયો હતો, ત્યાં સિંહે મજૂર પર હુમલો કરતાં ખેત મજુરનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ ઘટનામાં સિંહને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાને લઈને વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે જઇને ખેત મજૂરના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં દીપડા બાદ હવે સિહો પણ હિંસક બનતા ગામલોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Last Updated : Dec 23, 2019, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details