જિલ્લાના બગસરામાં દીપડાએ હાહાકાર મચાવતા માનવ ભક્ષી બનેલા દીપડાએ બગસરા તાલુકામાં વધુ એક શિકાર કર્યો છે. જેમાં લુધીયા ગામમાં ઘુસીને મહિલા પર જીવલેણ હુમલો કરતા મજુર મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે. દીપડાના હુમલાને લઈ ગામ લોકો હવે ભયના ઓથાર તળે જીવવા મજબૂર બન્યા છે.
બગસરા તાલુકામાં માનવ ભક્ષી બનેલા દીપડાએ વધુ એક મહિલાને શિકાર બનાવી છે. લુધીયા ગામની ખેત મજૂર દયાબેન માળવી પર જીવલેણ હુમલો કરતા મહિલાને ગંભીર હાલતમાં અમરેલી હોસ્પિટલ ખાતે ખસેવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં મોટા મુંજીયાસર ગામના ખેડૂતનો શિકાર કર્યા બાદ આ દીપડો નવા ગામના લોકો અને ખેડૂતોનો શિકાર બનાવી રહ્યો હોવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર તાલુકાના ગામ લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.
બગસરા નજીક દીપડાની દહેશત હજુ પણ યથાવત દીપડા દ્વારા વધી રહેલા માનવ વઘને કારણે વન વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ અમરેલી ખાતે દોડી આવ્યા હતા અને તાકીદની બેઠક કરીને માનવ ભક્ષી બનેલા દીપડાને ઠાર કરવામાં આવે તેવી સાથે બગસરા પંથકમાં 10 જેટલી ટિમો બનાવીને રાતભર પેટ્રોલિંગ કર્યું હતું, પણ માનવ ભક્ષી બનેલા દીપડાએ તમામ આધુનિક ટેક્નોલોજીને પણ માત આપીને વધુ એક મહિલાને શિકાર બનાવી છે. જેને લઈને ખેડૂતોની સાથે હવે આસપાસના ગામના લોકો પણ ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે. જ્યા સુધી માનવ ભક્ષી દીપડો ઠાર નહિ થાય ત્યાં સુધી બગસરા તાલુકાના લોકોના તેમની જાતને ઘરમાં કેદ કરવા માટે મજબૂર બન્યા છે.