ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનાણી સાંજ પછી સભાન અવસ્થામાં નથી હોતા: કુંવરજી બાવળીયા - gujarat

અમરેલી: રાજ્યની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને પછડાટ આપવા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા અમરેલીમાં મેદાનમાં આવ્યા હતા. OBC સમાજની મીટિંગને સંબોધિત કરતા કુંવરજી બાવળીયાએ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિત વિરજી ઠુમ્મરને આડેહાથ લીધા હતા.

ફાઈલ ફોટો

By

Published : Apr 10, 2019, 8:05 PM IST

અમરેલી ખાતે વિપક્ષનેતા પરેશ ધાનાણીને કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાવીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે, ત્યારે બુધવારે OBC વોટબેંક પર ગાબડું પાડવા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા કુંવરજી બાવળીયાની જીભ લપસતા તેમણે કહ્યું હતું કે, પરેશ ધાનાણી સાંજે સાત પછી કંઈ હાલતમાં હોય છે, તે વાત અમેરેલીના લોકો પણ જાણે છે, કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે. સાંજ પછી પરેશ ધાનાણી સભાન અવસ્થામાં નથી હોતા.

ધાનાણી સાંજે સાડા સાત પછી સભાન અવસ્થામાં નથી હોતા: કુંવરજી બાવળીયા

OBC સમાજના સંમેલનમાં કુંવરજી બાવળીયા, હીરા સોલંકી, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details