અમરેલી:અમરેલી જિલ્લામાં હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં વહેલી સવારે કાકાજી સસરાએ ભત્રીજા વહુની છરીના ઘા જીકી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપીએ ખુદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હાલ આરોપીને અમરેલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
હત્યાનું કારણ અકબંધ:રાંઢીયા ગામમાં વહેલી સવારે કાકાજી સસરાએ ભત્રીજી વહુના ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં લાશને પી.એમ.માટે ખસેડી હતી. જ્યારે આરોપીએ પણ હત્યા કર્યા બાદ ખુદ ઉપર છરી મારી ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આરોપીને લોહીયાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સારવાર સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી છે. તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.