અમરેલી :રાજ્યભરની માં લેવાઈ રહેલી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અમરેલી જિલ્લામાં આજે 64જેટલા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે આગાઉ થયેલા પેપર કાંડ બાદ આ વખતે ફરીવાર કોઈ ગેરરીતિ ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આમ પેપર કાંડને લઇને કોઇ કચાશ ના રહી જાય અને નવા કાયદા ઘડાયા બાદ હાલ પરીક્ષામાં અમરેલી જિલ્લામાં 20250 ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.
પરીક્ષાર્થીઓના વહારે આવી અમરેલીપોલીસ :અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓ આવી પહોંચ્યા હતા તેવામાં પોલીસ દ્વારા પ્રશંસનીયા કામગીરી જોવા મળી હતી. બીજા જિલ્લામાંથી આવી રહેલા ગીર સોમનાથના 11 વિદ્યાર્થીઓ ખાંભાના નાની ધારી નજીક ટ્રક બંધ પડેલ જેના કારણે એસટી બસમાં પ્રવાસી કરી પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયેલા હતા. આ મેસેજ અમરેલી એસ.પી. ને મળતા પોલીસને મદદ માટે સૂચનો કરતા પોલીસ દ્વારા કોડીનાર કૃષ્ણનગર બસમાં પ્રવાસી કરતા પરીક્ષાર્થીઓને વ્હારે આવી હતી. ખાંભાથી અમરેલી પોલીસ દ્વારા પહોંચતા કરાયા હતા. વિદ્યાર્થીઓને સમય સર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં મદદે આવેલા પોલીસ કર્મીઓ સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી લઇ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :Junior Clerk Exam 20233 : રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ